ટંકારાના વેપારીએ લાભ પાંચમે કપાસનો સૌથી ઉંચો ભાવ આપીને ખેડૂતોને બોણી કરાવી

- text


મોરબી : ટંકારાના વેપારી ભગવાનજીભાઈ (બી.કે. પટેલ)એ કપાસનો 1 મણ લેખે સૌથી ઊંચો ભાવ રૂ. 1151 લેખે ખેડૂતોને બોણી કરાવી અને મીઠાઈ આપી શુભકામના પાઠવી હતી. તેમજ સરાયા ગામના ખેડૂત ચેતન ભાણજીભાઈ, ટોળ ગામના ખેડૂત મુસ્તાકભાઈ હાજીભાઈ ગઢવાળા, વાલાસણ ગામના ખેડૂત સિપાઈ અબ્દુલ રશીદભાઈ અલાઉદીનભાઈ, હરબટીયાળી ગામના ખેડૂત પરસોતમ ભાણજી ભાઈ સંઘાણી, ધ્રોલિયા ગામના ખેડૂત કમલેશભાઈ મલાભાઈ પાલરીયા સહિતના ખેડૂતોના કપાસનો ભાવ 1 મણ લેખે રૂ. 1151 રાખી આજે શુભમુહૂર્ત પર કપાસ વેચ્યો હતો.

- text

આ ઉપરાંત, મગફળીનો 1 મણ લેખે ભાવ રૂ. 1005 લેખે તરઘડીના ખેડૂત ફિરોઝભાઈ જુમાભાઈની મગફળીની જાત જી-20 રાખી મુહૂર્ત કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ભાવ બોલી કરી સૌથી ઊંચો ભાવ છે. તેમજ આ ભાવ વેપારનું શુભ મુહૂર્ત કરાવવા માટેના છે. ખેડૂતોને વધુમાં વધુ પોષણક્ષમ ભાવ મળે તેવી આશા સાથે નવા વર્ષમાં આ ભાવ સાથે વેપાર-ધંધાની શરૂઆત કરવામાં આવી હતી.

- text