મોરબીમાં વીજ કર્મચારીઓના આંદોલનનો પ્રારંભ : 600 જેટલા કર્મીઓએ કર્યા સૂત્રોચ્ચા

- text


પડતર પ્રશ્ને આજે લાભ પાંચમથી વીજ કર્મચારીઓએ સરકાર સામે કર્યા લડતના મંડાણ : 20મીથી અચોકસ મુદતની હડતાલ

મોરબી : મોરબીમાં વીજ કર્મચારીઓએ આજથી પડતર પ્રશ્ને સરકાર સામે લડતના મંડાણ કર્યા છે.જેમાં 600 જેટલા વીજ કર્મચારીઓએ આજે ફરજ બજાવ્યા બાદ સાંજે પીજીવીસીએલ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જોકે 20મીએથી અચોક્કસ મુદતની હળતાલનું પણ એલાન કરાયું છે.

- text

જીબીઆ અને વિદ્યુત કામદાર સંઘ દ્વારા વખતો વખત વીજ કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના પડતર પ્રશ્ને રાજ્ય સરકારને રજુઆત કરી હતી.પણ સરકારે ઉદાસીન વલણ દાખવતા રાજ્યના વીજ કર્મચારીઓએ દિવાળીના તહેવારોમાં વીજળીની અવ્યવસ્થા ન સર્જાઈ તે માટે દિવાળી પછી પોતાના પડતર પ્રશ્ને સરકાર સામે લડત નક્કી કરી છે અને આજથી તબક્કાવાર આંદોલન ચલાવવાનું એલાન કરવામાં આવ્યું હતું.તે મુજબ આજે તા.1 નવેમ્બરે મોરબીના વીજ કર્મચારીઓએ આખો દિવસ ફરજ બજાવીને સાંજે પીજીવીસીએલ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીજ કર્મચારીઓ હવે તા.8એ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર આપશે બાદમાં તા. 14એ માસ સીએલ અને તા.20મીએથી અચોકસ મુદતની હળતાલનું એલાન આપવામાં આવ્યું છે.વીજ કર્મચારીઓની હડતાળના એલાનને પગલે સરકાર તેમની સામે નમતું જોખે છે કે કેમ તે જોવાનું રહ્યું.

- text