મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોને દિવાળી ભેટ

- text


મોરબી : નૂતન વર્ષ ૨૦૭૬ના લાભ પાંચમના પવિત્ર અને શુભ દિવસે યુવાન, કર્મઠ અને સકારાત્મક એવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખ સાહેબે શિક્ષકોને ત્વરિત લાભો મળી રહે તે માટે દિવાળીના તહેવારોની રજા બાદ લાભપાંચમના પવિત્ર દિવસે મોરબી તાલુકાના ૧૬૫ શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના કેસોમાં સહી કરી તેમની કક્ષાએથી મંજૂર કરી આજે તા. 1 નવેમ્બરના રોજ ગાંધીનગર સ્થાનિક ભંડોળ કક્ષાએ જરૂરી કાર્યવાહી અર્થે તમામ ૧૬૫ ઉચ્ચતર પગાર ધોરણના કેસો મોકલી આપેલ છે. આ ઉપરાંત, શૈક્ષણીક ગુણવતા સુધાર અને વિકાસ અર્થે સ્કુલ એક્રેડિશન અને ગુણોત્સવ 2.0ની સબળ કાર્યવાહી અર્થે ૭ જેટલા સ્કુલ ઈન્સપેક્ટરોના નિમણૂક હુકમો પણ આજના શુભ દિને આપેલ છે.

- text

મોરબી તાલુકાના શિક્ષકોને સળંગ નોકરી અંતર્ગત ઉચ્ચતર પગાર અને નિયમિત ઉચ્ચતર પગારના લાભો વહેલી તકે મળવાપાત્ર થાય તે માટે તેમજ શૈક્ષણિક વિકાસ માટેની ત્વરિત કાર્યવાહી કરીને માનનીય ડી.પી.ઈ.ઓ. મયુર એસ. પારેખ સાહેબે મોરબીના પ્રાથમિક શિક્ષકો માટે લાભદાયક કાર્યવાહી કરીને નવા વર્ષની ભેટ આપેલ છે. જે પ્રાથમિક શિક્ષકો માટે ખુબ જ આનંદદાયક અને લાભદાયક છે.

- text