ટંકારાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી ખેડુતોને પાક વીમો અને સહાય આપવા માંગ

- text


ટંકારા : ટંકારા તાલુકામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી કપાસ, મગફળી, તલી અને પશુપાલકોનો સુકો ઘાસચારો સંપુર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે નાશ પામ્યો છે. ત્યારે ખેડુતોના મોંએ આવેલ કોળિયો ઝુંટવાઈ ગયા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલ પશુપાલકો અબોલ પશુઓને નિભાવવા માટે ઘાસચારો લાવવાની ચિંતામાં વ્યાકુળ બન્યા છે.

- text

ટંકારા તાલુકામાં ૨થી ૩ ઈંચ કમોસમી વરસાદથી તૈયાર થયેલ પાકને ભારે નુકસાન થયું છે. માલઢોરના સુકા જુવાર જેવા તૈયાર ચારાની ભારે દુર્દશા થઈ છે. ત્યારે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ટંકારા મામલદારને આવેદન આપી ખેડુત તેમજ પશુપાલકોની વેદના રજુ કરી ટંકારાને તાત્કાલિક અતિવૃષ્ટીગ્રસ્ત જાહેર કરી ટંકારાના ખેડુતોને પાક વીમો અને સહાય ચુકવવા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

- text