હળવદમાં રેડ દરમ્યાન નાસી છૂટેલા ખનન માફિયાઓ સામે ફરિયાદ નોંધાઈ : 52.64 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો

- text


વારંવાર દરોડા છતાં ખનન માફિયાઓ બેફામ

હળવદ : મોરબીના જુદા-જુદા તાલુકાઓમાંથી વારંવાર રેતી ચોરીની ફરિયાદો સામે આવે છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા નિયમિત કામગીરી થતી ન હોય છેલ્લા દિવસોમાં ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડની ટીમે પણ મોરબીમાં રેડ કરી હતી. થોડા દિવસો પહેલા હળવદના મયુરનગરમાં રેતી ચોરી કરતા બે હુડકા મશીનો પકડાવાના બનાવમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડી લેવા આગળની તપાસ શરૂ કરી છે.

- text

હળવદની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા શખ્સો સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી હતી. મયુરનગર ગામે રેતી ચોરી કરતા બે હોડકા ઝડપી લેવાયા હતા અને ૨૧ હજાર મે.ટન રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જે બનાવમાં હળવદ પોલીસે ગુન્હો નોંધીને તપાસનો દોર આગળ લંબાવ્યો છે. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના એ.જે.ભાદરકાએ હળવદ પોલીસ મથક ખાતે બે હુડકા મશીનોના નંબર સાથે તેમના ઓપરેટરો અને માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યુ છે કે એક હુડકામાં પાસ પરમીટ વગર ૩૧૦૦ મે.ટન રેતી ચોરી કરતા અને બીજામાં ૧૮૦૦૦ મે. ટન રેતીની ચોરી કરવામાં આવી રહી હતી. રેડ દરમ્યાન ખનીજ ચોરો સ્થળ ઉપર બે હુડકા અને રેતી સહીત કુલ મળીને કુલ રૂપિયા 52.64 લાખનો મુદ્દામાલ મૂકીને નાસી ગયા હતા. આ બાબતે હુડકાના માલિક અને ઓપરેટરની સાથે ગેરકાયદે ખનન સહિતની કલમો હેઠળ હવે ફરિયાદ દાખલ થતાં નાસી છૂટેલા આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

- text