નસીતપરમાં જુગાર રમતા 3 ઝડપાયા : 2 ફરાર

- text


ટંકારા : નસીતપર ગામમાં રૂ. 27,400ની રોકડ રકમ સાથે 5 શખ્સો જુગાર રમતા હતા. પોલીસે રેઇડ પાડતા 2 શખ્સો નાસી છૂટ્યા હતા તેમજ 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

- text

ટંકારા તાલુકાના રોજી માતાજીના મંદિર નજીક નદીના કાંઠે ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાના પાના વડે 5 શખ્સો જુગાર રમી રહ્યા હતા. જેમાંથી આરોપીઓ વિનોદભાઇ ગોરધનભાઇ વિરસોડીયા (ઉ. વ. ૪૦, રહે. નસીતપર, તા. ટંકારા, જી. મોરબી), મહાદેવભાઇ છગનભાઇ સંઘાણી (ઉ.વ. ૫૨, રહે. નસીતપર, તા- ટંકારા, જી. મોરબી), પ્રભુભાઇ નારણભાઇ અંદોદરીયા (ઉ. વ. ૫૬, રહે. નસીતપર, તા.- ટંકારા, જી. મોરબી)ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ આરોપીઓ વાસુદેવભાઇ ગોરધનભાઇ ઝાલરીયા (રહે. નસીતપર, તા. ટંકારા, જી. મોરબી), રમેશભાઇ ઉર્ફે હકો ભાણજીભાઇ અઘારા (રહે. નસીતપર, તા. ટંકારા) રેઇડ દરમિયાન નાસી છૂટ્યા હોવાથી તેમની શોધખોળની કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.

- text