100 વર્ષ પુરા કરનાર ગડારા પરિવારના મોભી જીવરાજ દાદાનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

- text


મોરબીના ગડારા પરિવારના આગણે અનોખો હરખ છવાયો

મોરબી : હાલની અતિશય તણાવ અને દોડધામભરી જીવનશૈલીને કારણે સરેરાસ આયુષ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. પણ ઘણા એવા લોકો હોય છે જે 100 વર્ષે પણ અડીખમ રહે છે. આમાંના એક મોરબીના આમરણ ડાયમંડ નગર ગામે રહેતા ગડારા પરિવારના મોભી અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા અને જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ ગડારાના પિતા જીવરાજ દાદા છે. તેમણે જીવનના 100 વર્ષ પુરા કર્યા છતાં તેમની તંદુરસ્તી યુવાનોને શરમાવે તેવી છે. તેમણે આરોગ્ય પ્રત્યે એટલી ઉમદા કાળજી રાખી છે કે, તેમને આટલી ઉંમરે પણ નખમાં પણ રોગ નથી. ત્યારે ગડારા પરિવાર દ્વારા જીવનના 100 વર્ષ પુરા કરનાર જીવરાજ દાદાના શતાબ્દી મહોત્સવનું સુંદર આયોજન આમરણ ગામ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો સાથે પરિવારના મોભીના શતાયુ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.

મોરબીના અમરણ ડાયમંડનગર ખાતે આવેલ પાટીદાર સમાજ ભવન ખાતે તા.1 નવેમ્બર શુક્રવારે જીવનના 100 વર્ષ પુરા કરનાર ગડારા પરિવારના જીવરાજ દાદાના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો સાથે ગડારા પરિવાર દ્વારા પરિવારના પ્રેમાળ વડીલનો શતાયુ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.

- text

જેમાં યોજાનાર ભજનના કાર્યક્રમમાં જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી અને લોકસાહિત્યકાર તથા પ્રસિદ્ધ હાસ્યકાર ધીરુભાઈ સરવૈયા આ શતાયુ મહોત્સવની રંગત જમાવશે. જીવરાજ દાદા જીવનના 100 વર્ષ પુરા કરીને પણ સમગ્ર ગડારા પરિવાર ઉમદા સંસ્કાર અને જીવન મૂલ્યોના સિદ્ધાંતોનું સિંચન કર્યું છે. તેથી સમગ્ર ગડારા પરિવારે પ્રેમાળ વડીલનું ઋણ અદા કરવા માટે અને તેમની ઉમદા છત્રછાયા નીચે પરિવાર સદાય આનંદ કિલ્લોલ કરતો રહે તેમજ તેમનું આયુષ્ય સદાય તંદુરસ્ત રહે તેવી ભાવના સાથે આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગડારા પરિવારના જણાવ્યા મુજબ જીવરાજ દાદા 100 વર્ષ પણ અડીખમ છે. એમનું આયુષ્ય એકદમ તંદુરસ્ત છે.તેમને નખમાં પણ રોગ નથી. જીવરાજ દાદા ચાર પેઢી જોઈ છે. તેમણે જીવનમાં હમેશા પરોપકારી કાર્યો કરીને પોતાનું જીવન બાગબાન બનાવી દીધું છે. કર્મના સિદ્ધાંત માનતા જીવરાજ દાદાએ જીવનભર કર્મને વળગી રહીને પરિવારમાં પણ ઉમદા સંસ્કારોનું સિંચન કર્યું છે. જેથી એમની છત્રછાયા હેઠળ સમગ્ર ગડારા પરિવાર આનંદ કિલ્લોલ કરતો રહે છે. આથી જીવરાજ દાદાનું જીવન એકદમ સાદું પણ ચુસ્ત રહ્યું છે.તેમને આરોગ્યની ભારે કાળજી રાખી છે.આથી 100 વર્ષની ઉંમરે પણ તેમનું આરોગ્ય એકદમ તંદુરસ્ત છે. જોકે જીવનના 100 વર્ષ આજના સમયમાં ભાગ્યે જ કોઈ પુરા કરી શકે છે.આજે સ્થિતિ એવી છે કે, 40 વર્ષની ઉમરેથી પણ માણસ બીમારીઓનો શિકાર બનતો જાય છે. ત્યારે આ જીવરાજ દાદાએ 100 વર્ષ પુરા કરીને પણ એકદમ નિરોગીમય જીવન જીવી રહ્યા છે.જે તેમના પરિવારમાં માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.


- text