હળવદ : પીજીવીસીએલનું કામ કરતા યુવકનું વીજ કરંટ લાગતા મોત

- text


હળવદ : હળવદમાં આવેલ માળીયા હાઇવે ઉપર પીજીવીસીએલનું કામ કરી રહેલા યુવાનને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજયું હતું. આ બનાવની મૃતકના પરિજનોએ ફરીયાદ નોંધવાની જરૂરિયાત દર્શાવતા કરતા મોરબી એ ડિવિઝન પોલીસે આગળની તપાસ અર્થે હળવદ પોલીસને જાણ કરેલ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતો હરેશ ચંદુભાઈ સુરેલા (ઉં.વ.22) નામનો યુવાન હળવદ માળીયા હાઈવે ઉપર પીજીવીસીએલનું કામકાજ કરી રહ્યો હતો તે દરમ્યાન તેને વીજ કરંટ લાગતા હરેશનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને પી એમ અર્થે મોરબી સિવિલે ખસેડવામાં આવ્યો હતો. અહીં તેના પરિવારજનોએ તેના મોત સંદર્ભે ગુનો દાખલ કરવાની વાત કરતા મોરબી એ.ડીવી એ.એસ.આઇ. પી.એન.ગોહીલે હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી. આ બનાવની આગળની તપાસ હળવદ પોલીસને હવાલે કરવામાં આવી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text