મોરબીમાં રોટરી કલબ દ્વારા Global Hand Washing Day નિમિત્તે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

- text


મોરબી : ગઈકાલે તા. 16 ઓક્ટોબરના રોજ Global Hand Washing Day નિમિતે રોટરી કલબ ઓફ મોરબી દ્વારા દાઉદી સ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓને  હેન્ડ વોશ વિશે માહિતી આપવામા આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને ડેટોલ સાબુ તથા ડેટોલ હેન્ડ વોશ આપવામાં આવ્યા હતા. તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓએ કાયમ હેન્ડ વોશ કરશે તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ તકે મોરબી રોટરી કલબના રોટેરીયન મેમ્બર હરીશભાઈ શેઠ, સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા અને મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) ઉપસ્થિત રહ્યા હતાં.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text