મોરબીમાં પતિ, સાસુ-સસરા અને માતાની હાજરીમાં પરિણીતાનું અપહરણ : ચાર અપહરણકારોની ધરપકડ

- text


મોરબી : મોરબીના દરબારગઢ નજીક આવેલ ખત્રીવાડ વિસ્તારમાં પરિણીતાના ઘરમાં ઘૂસી ચાર ઈસમોએ તેણીનું બાવડું પકડીને ઘરમાંથી અપહરણ કરી જતા પરિણીતાની માતાએ મૂળ ભચાઉના ચાર ઇસમો વિરુદ્ધ મોરબી એ. ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં મૂળ ભચાઉના એવા ચાર અપહરણકારોને દબોચી લીધા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉની જલારામ સોસાયટી અબડાવાસમાં રહેતા અને મૂળ ચોબારી તા.ભચાઉના વતની શામજીભાઈ હીરજીભાઈ લકુમની પુત્રી નંદીનીના લગ્ન મોરબીના ખત્રીવાડ શેરી નંબર-4માં થયેલા છે. મોરબી ખત્રીવાડમાં રહેતી નંદિનીના ઘરે ગઇકાલે બપોરના બે વાગ્યાના અરસામાં લાલ કલરની અલ્ટો કારમાં આવેલા ચાર ઈસમોએ નંદીનીનું બાવડું પકડીને તેણીનું ઘરમાંથી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ભચાઉથી આવેલી નંદનીની માતા હંસાબેન શામજીભાઇ લકુમ વચ્ચે પડતાં ચાર ઈસમોએ તેણીનું માથું દીવાલ સાથે અથડાવી તેઓને ઇજા કરી હતી અને નંદીનીબેનના પતિ, સાસુ-સસરા અને નંદીનીબેનની માતા હંસાબેનની સામે જ નંદીનીનું કારમાં બેસાડીને અપહરણ કરી ચાર ઈસમો નાસી ગયા હતા. જેથી ભોગ બનનાર પરણીતા નંદીનીબેનની માતા હંસાબેને મોરબી સીટી એ.ડીવી. ખાતે પીઆઈ આર.જે. ચૌધરીનો સંપર્ક કરીને મૂળ ભચાઉના જુના બસ સ્ટેન્ડ પાછળ હિંમતપરામાં રહેતા ચાર ઈસમો વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

- text

ગુનાના ગંભીરતા પારખીને પી.આઇ. ચૈાધરી તથા સ્ટાફે ગણતરીની કલાકોમાં જ શબ્બીર કેશર નારેજા મુસ્લિમ (ઉં.વ.25) અસલમ સલીમ દિવાન ફકીર (ઉં.વ.20) મુઝફર ઉર્ફે ભોલો લતીફશા દિવાન ફકીર (ઉં.વ.24) અને અહનદરજાક ઉર્ફે પપ્પુ સલીમ લંઘા મુસ્લિમ (ઉં.વ.24) (રહે.ચારેય ભચાઉ જુના બસ સ્ટેન્ડ પાછળ હિંમતપુરા પૂર્વ (કચ્છ) ગાંધીધામની) અપહરણના ગુનામાં અટકાયતો કરીને કાયદાનું ભાન કરાવ્યુ હતુ. વધુમાં મળતી માહિતી મુજબ ભચાઉની રહેવાસી નંદીનીબેનના લગ્ન મોરબી ખાતે આઠેક મહિના પહેલા જ થયા હતા જો કે ગઇકાલના તેના છૂટાછેડાના કાગળો કરાયા હતા અને ત્યારબાદ તેણીનો કબ્જો તેણીના માતા-પિતાને સોંપવાનો હતો તે દરમ્યાન ઉપરોકત ચારે શખ્સો તેણીનું અપહરણ કરતા ચારેયની અટકાયતો કરાયેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text