ગુમશુદા બાળકને તેના વાલી સાથે મિલન કરાવતી મોરબી પોલીસ

- text


મોરબી : મોરબી એ.ડીવી. પોલીસે ત્રણ દિવસથી ગુમ થયેલા 7 વર્ષના બાળકને એના વાલીઓને શોધી તેને સુપ્રત કર્યો હતો. ઘરેથી ગુમ થયેલ સાત વર્ષનો બાળક જુના બસ સ્ટેન્ડ પાસેથી મળી આવતા તેના વાલીવારસની શોધખોળ કરીને તેને સોંપી આપ્યો હતો.

ગત તા.15 ઓક્ટોબરના રોજ પેટ્રોલિંગમાં રહેલ એ ડિવિઝન પોલીસ અધિકારીઓને જુના બસ સ્ટેશન પાસે વાલી-વારસ વિનાનો એક બાળક રડતો હોવાની જાણ થતા પોલોસ અધિકારીઓએ બાળકને પોલીસ સ્ટેશને લાવી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનું નામ કરણ અમરસંગભાઇ ભાંભોર તેમજ (રહે.મૂળ. પારા તા.જી. જાબવા. મધ્યપ્રદેશ હાલ.રહે. કુલદીપસિંહ કિરીટસિંહ ઝાલાની વાડીએ, રંગપર, તા.જી. મોરબી) છે. તે બાળક આશરે ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે તેના વાલી-વારસની શોધખોળ કરીને બાળક વાલી સોંપી આપ્યો હતો. આ કાર્યવાહીમાં એ.એસ.આઇ. પી.એન.ગોહીલ, પો.કોન્સ. વનરાજભાઇ ચૌહાણ, પી.સી.આર. વાન સ્ટાફ પો.હેડ.કોન્સ. ર્ધીરેનભાઇ મકવાણા, જીતુભાઇ અઘારા, પો.કોન્સ. વીરભદ્રસિંહ ઝાલા સહિતનાઓએ કામગીરી કરી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text