મોરબીના મચ્છુ ડેમ સાઇટ પર કાલે ચાંદનીના શીતળ સાનિધ્યમાં ઉજવાશે શરદોત્સવ

- text


મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડીને દૂધ પૌઆની લિજ્જત માણીને શીતળ ચંદ્રના વરખમાં તરબોળ થશે

મોરબી : મોરબીના મચ્છુ ડેમ સાઇટ પર આવતીકાલે રવિવારે રાત્રે શીતળ ચાંદનીના સાનિધ્યમાં શરદોત્સવ ઉજવાશે. શરદ પૂનમની રાત્રે મચ્છુ ડેમ સાઇટ પણ માનવ મહેરામણ ઉમટી પડશે અને રીતસર ચાંદની વરખમાં તરબોળ થશે તેમજ સાથે લાવેલા દૂધ પૌઆની લિજ્જત માણીને શરદ પૂનમ ઉજવશે.જોકે મોરબીમાં શરદ પૂનમે ઠેરઠેર રસીત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબે ઝૂમી ઉઠશે.

મોરબી નજીક આવેલ મચ્છુ 2 ડેમ સાઇટ પર ઘણા વર્ષોથી શરદ પૂનમની રઢિયાળી રાત્રીએ સ્વંયભુ માનવ મહેરામણ ઉમટી પડે છે.ખાસ કરીને શરદ પૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે.ત્યારે સોળે કળાએ ખીલી ઉઠતા ચંદ્રનું પ્રતિબિંબ મચ્છુ ડેમ સાઇટ ઉપર પાણી અને પ્રકૃતિમાં પ્રકાશિત થાય ત્યારે બેનમૂન નઝારો સર્જતો હોય છે.મચ્છુ ડેમ સાઇટ પર શરદ પૂનમે ચંદ્રના શીતળ વરખમાં લોકો રીતસર તરબોળ થઈને અલોલિક આનંદની અનુભૂતિ કરતા હોય છે.આથી દર શરદ પૂનમે મોરબી શહેર અને આસપાસ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો મચ્છુ ડેમ સાઇટ પર ઉમટી પડે છે અને અહીં ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાં કલાકો સુધી બેસીને શીતળ ચાંદનીના વરખમાં રીતસર તરબોળ થાય છે ત્યારે આવતીકાલ તા.13ના રોજ શરદપુનમની રઢિયાળી રાત્રીએ મચ્છુ ડેમ સાઇટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે અને શીતળ ચાંદનીના સાનિધ્યમાં સાથે લાવેલા દૂધ પૌઆ આરોગીને શરદોત્સવની ઉજવણી કરશે.જ્યારે શરદ પૂનમ નિમિતે ઠેરઠેર રસોત્સવની રંગત જામશે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text