લ્યો બોલો…લાલપર પાસે પાર્ક થયેલા ટ્રકના બે ટાયર તસ્કરો ચોરી ગયા

- text


મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક બુધવારની રાત્રે પાર્ક કરેલા એક ટ્રકમાંથી તસ્કરો બે ટાયરની ચોરી કરી ગયા હતા. તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે, ટ્રકના ટાયરને પણ છોડ્યા નથી.ટ્રકના ટાયરની ચોરીની અજીબોગરીબ ઘટનાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક શ્રી હરિ ચેમ્બરમાં આવેલ જય બાલાજી રોડ લાઇન્સ નામની ટ્રાન્સપોર્ટ ઓફીસનો જી.જે.36 ટી 7044 નંબરના ટ્રકને ગઈકાલે બુધવારની રાત્રે આ ટ્રાન્સપોર્ટની ઓફીસ સામે હાઇવે રોડ ઉપર સાઈડમાં પાર્ક કરીને ડ્રાઈવર ઓફિસમાં સૂતો હતો.આથી રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ આ ટ્રકને નિશાન બનનાવીને ટાયરના નટ બોલ્ટ ખોલી ટ્રકમાંથી બે ટાયરો કાઢીને ચોરી કરી ગયા હતા.દરમિયાન આજે સવારે ડ્રાઇવરનું ટ્રકમાં ધ્યાન પડતા બે ટાયરો ગાયબ દેખાયા હતા.આથી તેણે ટ્રાન્સપોર્ટ ઓફિસ અને આ ટ્રકના મલિક પીયૂષભાઈને જાણ કરી હતી.આ બનાવ અંગે પિયુષભાઈએ જણાવ્યું હતું કે, તેમની માલિકીનો ટ્રક તેમની ઓફીસ સામે પાર્ક થયેલો હતો.જેમાંથી અજાણ્યા શખ્સો બે ટાયરની ચોરી કરી ગયા હતા. સાંજે ટ્રક પાર્ક કર્યો હતો અને સવારે આવીને જોયું તો ટ્રકના ટાયરનો આખો જોટો જ ન હતી અને રૂ.52 હજારની કિંમતના બે ટાયરની ચોરી થઈ છે.આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે આવતીકાલે તપાસ કરશે તેમ જણાવ્યું હતું. જોકે તસ્કરોએ મોરબીમાં એટલી હદે માજા મૂકી છે કે, ટ્રકના ટાયરને છોડતા નથી.

- text

- text