મોરબી પાલિકામાં અંતે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક

- text


નવા ચીફ ઓફિસર તરીકે કલ્પેશ ભટ્ટની નિમણુંક : હવે વર્ષોથી અણ ઉકેલ લોકપ્રશ્નો હલ થશે ?

મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની ખાલી જગ્યા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ઘણા સમયથી વિવિધ લોકપ્રશ્નો અટવાયા હતા.ત્યારે મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- text

મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કલ્પેશ પુરુષોત્તમ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તેમની મોરબી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરીને મોરબી પાલિકામાં ચાર્જ સાંભળી લેવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસરની ખાલી જગ્યા હતી અને માત્ર અન્ય શહેરના ચીફ ઓફિસરને મોરબી પાલિકાનો ચાર્જ સોંપીને ગાડું ગબડાવાતું હતું. તેથી વધુ કામના ભારણથી મોરબી પાલિકામાં ઘણા સમય લોકોની સુવિધાના પ્રશ્નો ટલ્લે ચડી ગયા હતા. ત્યારે હવે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થતા અને નવા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ ટુક સમયમાં જ મોરબી પાલિકાનો ચાર્જ સાંભળી લેશે ત્યારે હવે શહેરીજનોને વિવિધ પ્રશ્નો હલ થાય છે કે નહિ તે જોવું રહ્યું.

 

- text