મોરબીમા વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે ટ્રાફિક બ્રિગેડે વરસાદી પાણીનો જાતે નિકાલ કર્યો

- text


ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનના પાલન સાથે વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરતા લોકોએ તેમની કામગીરીને વધાવી

મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીએ બન્ને બાજુના સર્વિસ રોડ ઉપર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી.આથી ત્યાં ટ્રાફિકની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ જાતે જ ખાડામાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરીને વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરી દીધી હતી.ટ્રાફિક બ્રિગ્રેડની આ સરાહનીય કામગીરીને લોકોએ વધાવી હતી.

- text

મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો હતો.જેના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા.ત્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે નેશનલ હાઇવેના બન્ને સર્વિસ રોડ ઉપર પડેલા ખાડામાં ભારે વરસાદી પાણી ભરાયા હતા અહીં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી સર્વિસ રોડના ખાડામાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.તેથી ત્રાજપર ચોકડી ટ્રાફિકની ફરજ બજાવતા રાઠોડ પ્રવીણભાઈ મુળજીભાઈ સહિતના ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસે ખાડામાં વરસાદી પાણી ભરાવવાથી વાહન ચાલકોને પડતી મુશ્કેલી જોઈને શ્રમદાન હાથ ધર્યું હતું અને ટ્રાફિક બ્રિગેડના જવાનો તથા ટ્રાફિક પોલીસે ત્રાજપર ચોકડીએ આજે પાવડ, તગારા લઈને મંડી પડ્યા હતા.કલાકો સુધી આ રીતે ભારે મહેનત કરીને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ વરસાદી પાણીનો ખાડામાંથી નિકાલ કર્યો હતો.જેથી વાહન ચાલકોએ રાહત અનુભવી છે.જોકે ટ્રાફિક બ્રિગ્રેડના જવાનોએ ટ્રાફિકના નિયમોના ચુસ્તપણે પાલનની સાથે રોડ પર પડતી વાહન ચાલકોની મુશ્કેલી પણ દૂર કરતા લોકોએ તેમને સરાહનીય કામગીરીને વધાવી લીધી હતી.

- text