હડમતીયાના પાલનપીરના મેળામાં આવેલા પિતા અને પુત્ર તળાવમાં ડૂબી જતાં મોત : 3નો બચાવ

- text


તળાવના કાંઠે બેઠેલો બાળક પડી જતા તેને બચાવવા જતા આ કરુણ ઘટના સર્જાઈ : 2ને રાજકોટની હોસ્પિટલમાં રીફર કરાયા

(રમેશ ઠાકોર/જયેશ ભટ્ટાસણા)

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરનો મેળો માણવા આવેલા હાલ સુરત રહેતા એક પરિવારનો બાળક તળાવના કાંઠે બેઠો હતો. તે વખતે અચાનક આ બાળક તળાવમાં પડી જતા તેને બચાવવા માટે બાળકના પિતા સહિત ચાર લોકો તળાવમાં પડ્યા હતા.જેમાં પિતા-પુત્રનું ડૂબી જતાં મોત થયું હતું.તથા અન્ય ત્રણનો બચાવ થયો હતો.આ બનાવને પગલે ભારે અરેરાટી મચી ગઇ છે.

આ બનવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામનો વતની અને હાલ સુરત ગામે રહેતો બારોટ પતિવાર પોતાના માદરે વતન હડમતીયા ગામે ભરાયેલા પરંપરાગત પાલનપીરના મેળામાં આવ્યો હતો અને આજે બપોરે આ પરિવારના બાળકો સહિતના સદસ્યો ગામના તળાવના કાંઠે બેઠા હતા. જેમાં તળાવની પાળે બેઠેલો આ પરિવારનો પાંચ વર્ષનો બાળક આરવ રાહુલભાઈ સોલંકી અચાનક તળાવમાં પડી ગયો હતો અને ડૂબવા લાગતા આ બાળકના પિતા રાહુલભાઈ જગદીશભાઈ સોલંકી ઉ.વ.22 સહિત અન્ય પરિવારના ચાર સભ્યો તળાવમાં તેને બચાવવા પડ્યા હતા.પરંતુ તળાવમાં ઉડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી જવાથી પિતા -પુત્રના કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે મેહુલ દિનેશભાઇ ઉ.વ.18 અને નિર્મલ રમેશભાઈ ઉ.વ.19 તથા એક અજાણ્યો યુવાન એમ ત્રણના જીવ બચી ગયા છે.

- text

વધુમાં મળતી માહિતી મુજબ હડમતીયા ગામે તળાવમાં ડૂબી ગયા બાદ આ પાંચેય લોકોને વધુ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં ફરજ પરના તબીબે રાહુલભાઈ સોલંકી અને તેના પુત્ર આરવને મૃત જાહેર કર્યા હતા.જ્યારે અન્ય ત્રણના જીવ બચી ગયા હતા. જેમાંથી બેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.આ બનાવને પગલે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હડમતીયા ગામે પાલનપીરના મેળામાં આવેલ બારોટ પરિવારના બે સભ્યોના મોત થતા તેમનો પરિવાર ઉડા આઘાતમાં સ્તબ્ધ થઈ ગયો હતો અને આ કરુણ ઘટનાથી મેળામાં આવેલ લોકોમાં ભારે શોક વ્યાપી ગયો છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text