મોરબીમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

- text


મોરબી : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં મોરબીના વિકાસ વિદ્યાલય (ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ) અધિકારી ડૉ. પ્રાર્થના. વી. શેરશીયાના માર્ગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ માસની ઉજવણીમાં સંસ્થાની બાળાઓને પોષ્ટિક આહાર, ખોરાકની વ્યવ્સ્થા, સવારના નાસ્તાનું મહત્વ, સમતોલ આહારનું મહત્વ તેમજ કુપોષણને લગતા મુદાઓની વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ મોરબીના ડૉ. શીતલ જાનીએ ખાસ ઉપસ્થિત રહી અહીંની બાળાઓને માર્ગદર્શન આપ્યું હતું. પોષણ માસની ઉજવણીમાં આશરે ૧૦૦ બાળાઓએ ભાગ લઇ વ્યક્તિના જીવનમાં પોષણ અંગેના મહત્વ વિષે અમુલ્ય જાણકારી મેળવી હતી. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ. ડી. શેરશીયા, રંજનબેન મકવાણા, ખ્યાતિબેન પટેલ તેમજ વિકાસ વિદ્યાલય મોરબીનો સ્ટાફ જોડાયો હતો.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text