મોરબી : ઝેરી દવા પી લેનાર પત્નીને હોસ્પિટલની બદલે ભૂવા પાસે લઈ જનાર પતિને 2 વર્ષની કેદ

- text


વર્ષ 2017ના પરિણીતાના આપઘાત કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો

મોરબી : મોરબી તાલુકામાં પત્નીએ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે પતિ ભૂવા પાસે લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આ કેસનો આજે કોર્ટે મહત્વનો ચુકાદો આપીને પતિને કસૂરવાર ઠેરવીને 2 વર્ષની કેદ તથા રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકામા 15 વર્ષનો લગ્નગાળો ધરાવતા મીનાબેન ભગવાનજીભાઈ ચાવડાએ ઝેરી જંતુનાશક દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ મૃતક મીનાબેનના બહેને તા. 21/05/2017ના રોજ મીનાબેનના પતિ ગોરધનભાઇ ભગવાનજીભાઈ ચાવડા અને સાસુ પુરીબેન ભગવાનજીભાઈ ચાવડા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના બહેન મીનાબેનને તેમના પતિ અને સાસુએ ચારિત્ર્ય પર શંકા કરી શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઈને મીનાબેને જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

ઉપરાંત મીનાબેને ઝેરી દવા પી લીધા બાદ તેમના પતિ તેમને દવાખાનામા લઈ જવાને બદલે ભુવા પાસે 12થી 15 કલાક માટે લઈ ગયા હતા. આ દરમિયાન ઝેર તેમના શરીરમા ફેલાઈ ગયું હતું. જેથી તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં તાલુકા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ આજે કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિવિધ આધાર પુરાવાઓને આધારે સાસુને નિર્દોષ છોડી મુક્યા હતા. જ્યારે ભૂવા પાસે પત્નીને લઈ જનાર પતિને કસૂરવાર ઠેરવીને તેને 2 વર્ષની સખ્ત કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયા હતા.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text