મોરબી નજીક સીરામીક એકમ કોલગેસના પ્રદુષિત પાણીનો વોકળામાં નિકાલ કરતું હોવાની રાવ

- text


વોકળામાંથી તળાવમાં ઝેરી પાણી ભળતા માછલાંઓના મોત , માલઢોર પર જીવનું જોખમ : જાંબુડિયા ગ્રામ પંચાયતની પ્રદુષણ બોર્ડને રજુઆત

મોરબી : મોરબીના જાંબુડિયા ગામે આવેલ સીરામીક એકમ દ્વારા કોલગેસના પ્રદુષિત પાણીનો જોખમી રીતે ગામના વોકળામાં નિકાલ કરવામાં આવતો હોવાથી આ પ્રદૂશીત પાણી તળાવમાં ભળી જતા ગામલોકો અને પશુઓના આરોગ્ય પર ગંભીર ખતરો ઉદ્દભવ્યો હોવાના આક્ષેપ સાથે જાંબુડિયા ગ્રામ પંચાયતે પ્રદુષણ કંટ્રોલ બોર્ડને રજુઆત કરી આ ગંભીર પ્રશ્ને યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો ગાંધી ચિધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબીના જાબુડિયા ગ્રામ પંચાયતે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડને લેખિતમાં રજુઆત કરી હતી કે, જાબુડિયા ગામે આવેલ સિલિકોન સીરામીક પોતાના ઔધોગિક એકમમાં કોલગેસનો વપરાશ કરે છે.આ કોલગેસ પ્લાન્ટનું ઝેરી પ્રદુષિત પાણીનો જોખમી રીતે ગામના વોકળામાં નિકાલ કરે છે.જ્યારે આ વોકળામાંથી ઝેરી પ્રદુષિત પાણી ગામની સીમમાં આવેલ તળાવમાંથી વહીને જાય છે. તેથી ગામના માલઢોર આ પાણી પીતા હોય ઝેરી પાણીને કારણે પશુઓમાં રોગનો ઉપદ્રવ વધી ગયો છે અને તળાવમાં આ ઝેરી પાણીથી ઘણા બધા માછલાંઓ પણ મોતને ભેટ્યા હતા.

- text

વધુમાં જણાવ્યું હતું કે, આ ફેકટરી ગામના રહેણાક વિસ્તાર નજીક આવેલ છે.ત્યારે ભૂતકાળમાં ગેસ પ્લાન્ટ ફાટવાના પણ બનાવો બન્યા છે.જેથી ગ્રામજનો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.આ પ્લાન્ટના ખરાબ પાણીથી ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે.તેથી સમયસર આ ફેકટરીના કોલગેસના પ્રદુષિત પાણી નિકાલ બંધ નહિ કરાઈ તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન ચલાવવાની ચીમકી આપી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text