મોરબી જિલ્લાના બજરંગદળના પ્રમુખ તરીકે જયદીપભાઈ રાજગોરની નિમણુંક

- text


મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મકનસર સ્વામિનારાયણ મંદિર ખાતે 2 દિવસનો અભ્યાસ વર્ગ યોજાયો હતો. તેમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સર્વે અધિકારીઓની હાજરીમાં મોરબી જિલ્લા બજરંગદળના પ્રમુખ તરીકે જયદીપભાઈ વાલાભાઈ રાજગોરની નિમણુંક કરવામાં આવી હતી. તેમની નિમણુંક વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ દિગુભા ઝાલા, જિલ્લા મંત્રી હસુભાઈ ગઢવી, શહેર મંત્રી કમલભાઈ દવે દ્વારા કરવામાં આવી હતી. આ તકે જયદીપભાઈ રાજગોરને પરિવાર, મિત્રવર્તુળ તથા કાર્યકર્તાઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text