મોરબી : શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક એવોર્ડ વિજેતા હર્ષદકુમાર મારવણીયાનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : ગત તા.20 સપ્ટેમ્બરના રોજ શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર અને પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ-શકત શનાળા દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક હર્ષદકુમાર ટી.મારવણીયાએ રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અને શાળા પરિવાર, શકત શનાળા ગામ તેમજ પાટીદાર સમાજનું ગૌરવ રાજ્ય કક્ષાએ વધારવા બદલ પટેલ સમાજ વાડી ખાતે તેમનો સન્માન સમારોહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ એસ. પારેખના અધ્યક્ષ સ્થાને આયોજિત થયો હતો.આ સમારોહમાં મોરબીના શિક્ષણ અગ્રણી અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શૈલેષ બી. સાણજા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવર, ટી.પી.ઈ. ઓ. શ્રીમતી શર્મિલાબેન હુંબલ, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સંદીપ બી. આદ્રોજા, મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા, મોરબી શહેર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ધીરુભાઈ જાકાસણીયા, કે.નિ. અશોકભાઈ વડાલિયા, આસિ. ડિસ્ટ્રીકટ કો.ઓ. પ્રવીણભાઈ ભોરણિયા, મણીભાઈ સરડવા, વિરમભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં હીરાભાઈ કાંજીયા,કેશુભાઈ કાંજીયા, ભુદરભાઈ પાડલિયા જેવા ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ પ્રાથમિક શાળા પરિવાર તથા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ વતી પ્રમુખ નરભેરામભાઈ શિરવી,મંત્રી ભાણજીભાઈ પાડલિયા અને નરશીભાઈ કાંજીયા દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત, શાળા પરિવાર, પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ, અધ્યક્ષ અને મંચસ્થ મહાનુભાવો, સ્નેહીજનો, પરિવારજનો, સંગઠન, શાળાના નિવૃત શિક્ષકો અને મિત્રમંડળ વતી હર્ષદકુમારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે તેમના પિતા તરસીભાઈ મારવણીયાનું પણ અદકેરું સન્માન થયું હતું. અધ્યક્ષ અને તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા હર્ષદકુમારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

હર્ષદકુમાર દ્વારા પોતાના પ્રતિભાવ અંતર્ગત પોતાના કર્મયોગની આછેરી ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી. ગામના પ્રબુદ્ધ નાગરિકો, દાતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના પ્રાથમિક શિક્ષણ ફલક પર મોરબી જિલ્લાનું નામ રોશન કરવા બદલ ઉપસ્થિત તમામ તરફથી હર્ષદકુમારને અભિનંદિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહને સફળ બનાવવા માટે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ -શકત શનાળા, શાળાના આચાર્ય મહેશભાઈ રામાવત, પ્રભુલાલ રંગપરિયા, વસંતભાઈ ચીકાણી, મીનાબેન ફુલતરીયા, રંજનબેન લશ્કરી, અશ્વિનભાઈ એરણિયા, રાજુભાઈ મારવણીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમારોહ અંતર્ગત ગામના પૂર્વ સરપંચ ભૂદરભાઈ પાડલિયા દ્વારા સમગ્ર શાળા પરિવારનું વિશિષ્ટ સન્માન થયું હતું. સમારોહનું સફળ સંચાલન શૈલેષ એ. ઝાલરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text