મોરબી : ઘરફોડ ચોરીના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે.માં ઘરડોડ ચોરી તથા ચોરી એમ બે ગુન્હામાં છેલ્લા આઠ માસથી નાસતા-ફરતા આરોપીને સ્ક્વોડ રાજકોટ રેન્જની ટીમે પકડી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપતા પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ. આ સ્કવોડના પો.સબ.ઇન્સ. જે.એસ.ડેલા સહિતનાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર સહિતનાઓએ મોરબી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.રજી.નં. 194/18 ઇ.પી.કો. કલમ-379, 114, 411 તથા ફ.ગુરનં. 3/19 ઇ.પી.કો. કલમ- 457, 380, 114 મુજબના ચોરીના ગુનામાં છેલ્લા 8 માસથી નાસતા-ફરતા આરોપી મનોજ ઉર્ફે લંગડો દેવશીભાઇ દેવીપુજક રહે. ઇન્દીરાનગર જી. મોરબીવાળાને નીચીમાંડલ ગામના બસસ્ટેન્ડ પાસેથી ધોરણસર અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. તાલુકા પોલીસે આરોપીનો કબજો લઈ ઉપરોક્ત ગુન્હા સિવાય અન્ય કોઈ ગુન્હામાં આરોપીની સંડોવણી છે કે કેમ તે જાણવા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.

- text