મોરબીના માધપરમાં ઉભરાતી ગટર મુદે ચાલતું ઉપવાસ આંદોલન ઉગ્ર બન્યું

- text


ઉપવાસ આંદોલનના આજે ચોથા દિવસે બીજા સ્થાનિક લોકો જોડાયા : ગટર સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નીર્ધાર : તંત્ર ન જાગે તો ચક્કાજામ સહિતના જલદ કાર્યક્રમો આપવાની ચીમકી

મોરબી : મોરબીના વોર્ડ નંબર 6માં આવેલ માધપરમાં ગટરના ભરાયેલા ગંદા પાણી તંત્રને જવાબદારીનું ભાન કરાવવા માટે ચાલતું ઉપવાસ આંદોલન વધુ જલદ બની રહ્યું છે. આ ઉપવાસ આંદોલનની તંત્ર હજુ સુધી ગંભીર નોંધ ન લેતા આજે ચોથા દિવસે પ્રતીક ઉપવાસમાં બીજા સ્થાનિક લોકો જોડાયા હતા અને હજુ વધુ લોકો જોડાઈને તેમની વેદના તંત્ર સુધી પહોંચાડવાની હાકલ કરાઈ છે.તેમજ ગટર સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો દ્રઢ નીર્ધાર કરાયો છે. મોરબીના વોર્ડ નંબર 6માં આવેલ માધાપર અને મહેન્દ્રપરા વિસ્તારમાં તંત્રના પાપે ગટરના ગંદા પાણી ભરાવવની સમસ્યા એટલી હદે વકરી છે કે તંત્રને જવાબદારીનું ભાન કરાવવા માટે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ફરજ પડી છે..જેમાં આ અમરણાંત ઉપવાસ આંદોલનને ચાર દિવસ થવા છતાં તંત્રએ હજુ સુધી ગંભીરતાથી નોંધ ન લેતા તંત્રને અસરકારકતાથી ઢંઢોળવા માટે આજે બીજા ચાર સ્થાનીક રહીશો પ્રતિક ઉપવાસમાં જોડાયા છે.તંત્રના અધિકારીઓ ગાયબ હોય તેમ હજુપણ કોઇ નિવેડો ના આવે તો મસ્જીદ રોડ, મહેન્દ્રપરા મેઇન રોડ જડેશ્ર્વર રોડ તેમજ અયોદ્યાપુરી રોડ ચોકડીએ રસ્તા રોકો આંદોલન તેમજ નગરપાલીકાના અધીકારીઓને આ ગટરના ગંદા પાણીમાં ચાલીને પાર કરાવવાનું એલાન આપ્યું છે.

- text

નગરપાલીકાની ઘેરાબંધી વગેરે ચમત્કારીક કાર્યક્રમો આપવા જેવી ઉગ્ર રજુઆતો ચાલી હતી. વોર્ડનં 6માં ગંદકી સહિતની યાતના ભોગવી રહેલા સ્થાનીક લોકોને તેની ગંદા ગટરના દુર્ગંધ મારતા પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તી મળે તે માટે પાલિકાના માજી સભ્ય અનિલભાઇ હડિયલ અમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમાં સ્થાનિક લોકો સ્વેચ્છાએ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે.આ ગાંધી ચીંધ્યા માર્ગે ચાલતા ઉપવાસમાં ગઈકાલે પ્રતિક ઉપવાસમાં આયદનભાઇ લાધાભાઇ ગરચર, ઇન્દુભાઇ સવજીભાઇ લાંઘણોજા, પ્રભુભાઇ પરષોતમભાઇ નકુમ, કિશનભાઇ પોપટભાઇ ભરવાડ, હાજી સલીમભાઇ નુરમામદભાઇ લુલાણીયા, ભીખાલાલ શંકરભાઇ લસાણીયા, કરણસિંહ મહાવિરસિંહ જાડેજા, ભગવાનજીભાઇ ગણેશભાઇ કંઝારીયા તેમજ વોર્ડનં 6ના સભ્ય મિનાબેન અનિલભાઇ હડિયલ, સ્થાનીક મહિલા કાર્યકર પુર્વ મહિલા સદસ્ય નિર્મળાબેન ડાયાલાલ હડિયલ જોડાયા હતા. જ્યારે આજથી કમાભાઇ ખેતાભાઇ પરમાર, બેચરભાઇ વીરાભાઇ પરમાર, પ્રેમજીભાઇ રણછોડભાઇ નકુમ,પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. ઉગ્ર રજુઆતો કરવા છતાં તંત્ર નહી જાગે અને જો ઉકેલ નહી આવે આ આંદોલન ઉગ્ર બનવા તરફ આગળ વધશે તેવી ચીમકી આપવામાં આવી છે.

- text