મોરબીના માધાપર -મહેન્દ્રપરામાં ગટરના પ્રશ્ને કાલે ઉપવાસ આંદોલન

- text


તંત્રની હદ બહારની બેદરકારીના પગલે ગટરની સમસ્યા વકરતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી : સામાજિક અગ્રણી લોકોને સાથે રાખી ઉપવાસ આંદોલન કરશે
મોરબી : મોરબીના મહેન્દ્રપરા અને માધાપર વિસ્તારમાં ગટરના ભરાયેલા ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે.તંત્ર એટલી હદે નિભર બન્યું છે કે શેરીમાં અને ઘર સુધી ગટરના ગંદા પાણી પહોંચી જવા છતાં તંત્ર ઉઠા જ ભણાવતું હોવાથી સ્થાનિક લોકોને ધીરજનો અંત આવી ગયો છે.આથી સામાજિક અગ્રણી અને પૂર્વ સદસ્ય લોકોને સાથે રાખીને તંત્રને ઢંઢોળવા માટે કાલે સોમવારે ઉપવાસ અદોલન કરશે.
મોરબીના મહેન્દ્રપરા અને માધાપર વિસ્તારમાં તંત્રના પાપે છેલ્લા ઘણા દિવસોથી ગટરની ગંદકીએ માજા મૂકી છે.તંત્ર એટલી હદે સંવેદનહીન બની ગયું છે કે અનેક રજૂઆતને ગણકારી નથી.પરિણામે આ વિસ્તારોમાં શેરી અને લોકોના ઘર સુધી ગટરના ગંદા પાણી પહોંચી ગયા છે.તંત્ર દરેક વખતે આજકાલના વાયદા કરવામાંથી ઊંચું આવતું ન હોવાથી ગટરના ગંદા પાણી સતત ભરાયેલા રહેતા હોય સ્થાનિક લોકોનું અયોગ્ય જોખમાયું છે.છતાં તંત્રના પેટનું પાણી ન હાલતા લોકોની સહન શક્તિનો અંત આવી ગયો છે.જેમાં વોર્ડ નંબર 6માં માધાપર-મહેન્દ્રપરા અંબિકા રોડ ઈદ મસ્જિદ રોડ પર ભરાયેલા ગટરના ગંદા પાણી મુદે તંત્રને ઢંઢોળવા માટે મધપરના જગૃત આગેવાન અને પૂર્વ સદસ્ય અનિલભાઈ હડિયલ સ્થાનિક લોકોને સાથે રાખીને શ્રીરામ મંદિર ચોક માધાપર ખાતે આવતીકાલે તા.16ના રોજ સોમવારે ઉપવાસ આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.ત્યારે તંત્ર હરકતમાં આવશે ખરું?

- text