પીપળી બેલા રોડ અને પંચાસર ચોકડીએ ભારે ટ્રાફિકજામથી વાહનચાલકો અટવાયા

- text


મોરબી : મોરબીના પીપળી- બેલા રોડ અને પંચાસર ચોકડીએ આજે સવારે ભારે ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા હતા. અહીં બે થી ત્રણ કલાક સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. મોરબીનો ટ્રાફિક પ્રશ્ન ધીમે ધીમેં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લીલાપર ચોકડી અને જેતપર રોડ સહિતના વિસ્તારોમાં દરરોજ સવારે અને સાંજે ભારે ટ્રાફિક સર્જાય છે. તેવામાં આજે સવારના અરસામાં પીપળી બેલા રોડ અને પંચાસર ચોકડીએ ભારે ટ્રાફિક થયો હતો. જે બે થી ત્રણ કલાક સુધી રહ્યો હતો.

- text