ટંકારામા કોમી એખલાસભર્યા વાતાવરણમા તાજીયાનું ઝુલુસ નીકળ્યું

- text


ટંકારા : ટંકારામાં મોહરમ પર્વની ઉજવણી અલી અસગર કમિટી દ્વારા કરાઈ હતી. જેમાં શહેરના દયાનંદ ચોકને શણગાર કરી વિશાળ પ્રવેશદ્વારો બનાવ્યા હતા તેમજ એક મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા કલાત્મક તાજીયા ગત રાત્રિના પડમાં આવ્યા હતા.જેમાં કરબલાના શહિદોને યાદ કરી ઝુલસ નીકળ્યું હતું. આ તકે કોમી એકતાના દર્શન પણ થયા હતા. વર્ષોથી ટંકારામા હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ એકબીજાના તહેવારોમા હળીમળી જાય છે ત્યારે ટંકારામા આજે મામલતદાર પંડયા સહીતનો સ્ટાફ, મહિલા ફોજદાર એલ. બી. બગડા તેમજ પોલીસ જવાનો, સરપંચ, વેપારી મંડળ, પાંજરાપોળના ટ્રસ્ટી, આર્ય સમાજ, પીજીવીસીએલના સોજીત્રાની ટીમ, ભુપત ગોધાણી, સંજય ભાગિયા, પરેશ ઉજરીયા સહીત મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો જોડાયા હતા.

- text

મુસ્લિમ સમાજ દ્વારા પુર પરિસ્થિતી સર્જાઇ ત્યારે દેવદૂત બની બાળાઓને બચાવનાર પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજા તથા ફિરોજખાન પઠાણનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ રીતે ટંકારામાં મોરમ પર્વની ઉજવણી કોમી એખલાસ સાથે થયેલ. ટંકારા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયેલ હતો.બપોર પછી ટંકારાની શેરી ગલીઓમાં તાજીયા ફરીને રાત્રે ટાઢા થશે.

- text