વાંકાનેરના 64 વર્ષીય મહિલાની રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ તરણવીર બનવાની આકાંક્ષા

- text


નાનપણના તળાવમાં તરવાના અનુભવને કામે લગાડી ક્લાર્કની નોકરીમાં નિવૃત થયા બાદ પાંચ વર્ષથી રાજ્ય કક્ષાએ ભાગ લઈને મેદાન મારે છે

મોરબી : કેટલાક લોકી એવી કુદરતી ખુમારી અને અદભુત શક્તિ ધરાવતા હોય છે કે જૈફ વૈયે પણ રમત ગમતમાં અદ્વિત્ય સિદ્ધિ મેળવી શકે છે આવા જ એક વાંકાનેર તાલુકાના મોટા લૂંણસર ગામે રહેતા 64 વર્ષના મહિલા છે કે જેમના કુદરતી રીતે એવી શક્તિ છે કે આ ઉંમરે પણ શ્રેષ્ઠ તરવૈયા છે.નોકરીમાંથી નિવૃત થયા બાદ તેમણે છેક 58 વર્ષની ઉંમરે કોઈપણ પ્રકારની તાલીમ લીધા વગર પોતાના નાનપણના તરવાનાં શોખના અનુભવના સહારે છેલ્લા રાજ્ય અને રાષ્ટીયકક્ષાએ તરણ સ્પર્ધામાં ભાગ લઈને મેદાન મારે છે.આ વખતે તેમને રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ તરણવીર બનાવની આકાંક્ષા છે.

વાંકાનેરના મોટા લુંણસર ગામે રહેતા નિર્મલાબેન માનસેતા 64 વર્ષની ઉંમરે પણ એટલી શારીરિક ચપળવૃત્તિ ધરાવે છે આ ઉંમરે પણ શ્રેષ્ઠ રીતે સ્વીમીંગ કરીને યુવાનોને પણ ચકિત કરી દે છે.એટલું જ નહીં તરવાની કોઈ પ્રેક્ટિસ ન કરી હોવા છતાં પણ તેઓ તરવામાં નિપુણ છે.64 વર્ષની ઉમરે પણ તેઓ કેવી રીતે શારીરિક સૌષ્ઠવ ધરાવે છે અને કેવી રીતે અનુભવના સહારે સ્વીમીંગમાં મહારત મેળવી શક્યા તે અંગે તેમના શબ્દોમાં જ જાણીએ તો તેઓ કહે છે કે ,મને નાનપણ એટલે કે પાંચ- છ વર્ષની ઉમરેથી જ કુદરતી રીતે તરવાનો અદભુત શોખ છે અને બાલ્યાવસ્થામાં તરવાનાં શોખની પૂર્તિ માટે ગામના તળાવમાં ન્હાવા જતા હતા અને ઘણીવાર કપડાં ધોવા જાય ત્યારે પણ તળાવમાં સ્વીમીંગ કરી લેતા હતા.પણ તેમને તરતા કોઈએ શીખવાડ્યું નથી.પણ તેમનામાં શોખ જ એટલો અદભુત હતો કે નાનપણથી તળાવના ઉડા પાણીમાં ખૂબ જ સરસ રીતે સ્વીમીંગ કરતા હતા.

- text

તેમને તળાવમાં ધુબાકા મારવા અને તરવાની ખૂબ મજા પડતી હતી.આ તરવાનાં આનંદ અને શોખના કારણે આજે તેઓ આટલી ઉંમરે પણ એક કુશળ તરવૈયા બની શક્યા છે.જોકે યુવાન થયા બાદ જવાબદારી માથે આવતા તરવાનું છૂટી ગયું હતું .ધો.10 સુધી ભણ્યા બાદ એક સ્કૂલમાં આજીવિકા માટે પટ્ટાવાળાની નોકરી સ્વીકારી હતી.આગળ જતાં તેમણે ધો.12ની પરીક્ષા પાસ કરી લેતા ક્લાર્ક તરીકેનું પ્રમોશન મળ્યું હતું.જો કે નોકરીના સમયગાળા દરમ્યાન ખેલમહાકુંભમાં વિદ્યાર્થીનીઓ જવાબદારી તેઓના માથે હોવાથી સ્વીમીંગની સર્પધમાંમાં ભાગ લઈ શકતા ન હતા.બાદમાં વર્ષ 2014માં 58 વર્ષ તેઓ નોકરીમાંથી છુટા થયા ત્યારે તેમને સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.નાનપણ સિવાય નોકરી દરમ્યાન તરવાનું ભૂલી ગયા હોવા છતાં ડર કે સંકોચ વગર તેમણે જિલ્લા કક્ષાથી માંડીને રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં ભાગ લીધો છે.વર્ષ 2014થી 2018 સુધીમાં તેમણે રાજ્યકક્ષાએ ત્રીજો નંબર અને અને એથ્લેન્ટિક્સમાં પણ તેઓ તાલુકા થી માંડીને રાષ્ટ્રીય કક્ષા સુધી ભાગ લીધો છે અને તેમાં એક વાર રાષ્ટીય કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે.જોકે હવે તેમને તરણ સ્પર્ધામાં આ વર્ષે 2019માં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ તરણવીર બનાવની તમન્ના છે.

 

- text