મોરબી નજીક હાઇવે પર 144 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક રેઢી હાલતમાં મળી આવ્યો

- text


એલસીબીએ રૂ.60 હજારના ઈંગ્લીશ દારૂ સહિત કુલ રૂ.7.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે આજે બાતમીના આધારે મોરબી વાંકાનેર હાઇવે મેલડી માતાજીના મંદિર પાસે પિરામિડ ટ્રેડ સેન્ટર કોમ્પલેક્ષની બાજુમાં સર્વિસ રોડ ઉપરથી રેઢી હાલતમાં રહેલા 144 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલા ટ્રકને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની પ્રોહીબિશનની બદીને સદંતર નાબૂદ કરવાની સુચનાને પગલે આજે એલસીબી સ્ટાફના ઈશ્વરભાઈ ક્લોતરા અને ભગીરથસિંહ ઝાલાને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળી હતી કે,ચોટીલાનો મકસુંદભાઈ ઇનુસભાઈ ઘાંચી નામના શખ્સે પોતાના હવાલાવાળો ટ્રક નંબર જી.જે.12 ઝેડ 2890માં ગેરકાયદે ઈંગ્લીશ દારૂ ભરીને વાંકાનેરથી મોરબી તરફ આવી રહ્યો છે.આ હકીકતને આધારે એલસીબી પોલીસ સ્ટાફે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર પિરામિડ ટ્રેડ સેન્ટર કોમ્પલેક્ષની બાજુમાં મેલડી માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવીને તપાસ કરતા ઉપરોક્ત નંબર વાળો ટ્રક પાર્ક કરેલો રેઢી હાલતમાં મળી આવ્યો હતો.જોકે ટ્રક ચાલક ત્યાં હાજર મળી આવ્યો ન હતો.તે અંગે તપાસ કરવા છતાં તે આરોપી હાજર ન મળી આવતા અંતે રેઢી હાલતમાં રહેલા ટ્રકની તલાશી લેતા તેમાંથી જુદીજુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની રૂ.60 હજારની કિંમતની 144 બોટલ મળી આવી હતી અને ટ્રકની કેબિનમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.આથી પોલીસે રૂ.60 હજારનો દારૂ,એક મોબાઈલ ફોન તથા ટ્રક મળીને કુલ રૂ.7.60 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી સામે તાલુકા પોલીસમાં દારૂની હેરફરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text