મોરબી : ઝેરી દવા પી જનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના દલડી ગામનો વતની અને હાલ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહીને મજુરી કામ કરતા રવિભાઈ બાબુભાઇ સોલંકી ઉ.વ.24 નામના યુવાને કોઈ કારણોસર ગતતા.7ના રોજ નાની વાવડી ગામના તળાવ પાસે ઝેરી દવા પી લેતા તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text