કોઈબા, ઢવાણા અને કવાડીયા ગામે જિલ્લા પંચાયત દ્વારા મચ્છરદાનીનું વિતરણ

- text


મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ ખાસ ઉપસ્થિત

હળવદ: મોરબી જિલ્લા પંચાયત દ્વારા હળવદ તાલુકાના કોઇબા ઢવાણા અને કવાડીયા ગામે આરોગ્ય પ્રત્યે લોકોને જાગૃત કરી રોગચાળા સામે રક્ષણ મેળવવા દવાયુક્ત મચ્છરદાની નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના ચેરમેન તાલુકા હેલ્થ ઓફિસર ત્રણેય ગામોના સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

રોગચાળાને લઇ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાના વધુ કેસો નોંધાયા હોય તે ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરની ટીમને સાથે રાખી આરોગ્યલક્ષી વિવિધ માહિતીઓ આપવામાં આવી રહી છે ત્યારે તાલુકાના કોઇબા વ,ઢવાણા અને કવાડીયા ગામે ગ્રામજનોને દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

આ તકે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ,તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન ભટ્ટી, કવાડીયા ગ્રામ પંચાયતના સરપંચ વાલજીભાઈ,પ્રવીણ દાન ગઢવી, ધીરુભાઈ ડોડીયા, વેલાભાઇ ભરવાડ,મહિપાલસિ ઝાલા દલપત ભાઈ સોલંકી,રઘુભા,કોઈબા ગ્રામ પંચાયતના સરપંચ મુન્નાભાઈ , સહદેવ સિંહ ઝાલા, ભગીરથ સિંહ ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text