બગથળા ગામે પોષણ માસ રેલી યોજાઇ

- text


મોરબી : મોરબીના બગથળા ગામ હેઠળ આવેલા ચારેય આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ માસની રેલી યોજાઇ હતી. જેમાં નિષ્ણાતો દ્વારા ગામના અબાલવૃધ્ધ સૌને શરીર માટે જરૂરી પોષણ વિશે માહિતી આપી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એનીમિયા કેમ્પ યોજીને તેના વિશે સમજણ આપવામાં આવી હતી. બંને કાર્યક્રમ માટે આંગણવાડીના પ્રભાબેન, મનીષાબેન સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- text