મોરબીના યુવાનોને ભારતીય સેનામાં જોડાવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની અપીલ

- text


મોરબી : જામનગર ખાતે ભારતીય લશ્કરી દળમાં જોડવા માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે ભારતીય સેનામાં જોડાવવા માંગતા મોરબીના યુવાનો માટે સુવર્ણ તક મળી છે અને આ લશ્કરી ભરતી રેલીમાં જોડાવવા માટે ઉમેદવારોને ઓનલાઈન રેજીટ્રેશન કરવાની અપીલ કરવામાં આવી છે.

- text

ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની અલગ અલગ જગ્યાઓ (સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર ક્લાર્ક્, સોલ્જર ટ્રેડ-મેન, સોલ્જર ટેકનીકલ એવીએશન, સીપાઇ-ફાર્મા, સોલ્જર નર્સીંગ આસીસ્ટંટ વગેરે) પર ભરતી કરવા માટે આગામી તા. ૦૩/૧૧/૨૦૧૯ થી તા. ૧૩/૧૧/૨૦૧૯ દરમિયાન જામનગર મુકામે આર્મી રીક્રુટીંગ ઓફીસર જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા માટે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ www.joinindianarmy.inc.in પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૦૪/૦૯/૨૦૧૯ થી શરુ થયેલ છે, જેથી ભારતીય સેનામાં જોડાવા માટેની રેલીમાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવે છે.

- text