મોરબી : ડો. જયંતિ ભાડેસીયા દ્વારા ગણપતિની મૂર્તિનું ઈકો ફ્રેન્ડલી વિસર્જન કરાયું

- text


મોરબી : દેશમાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. ત્યારે પર્યાવરણને નુકસાન ના થાય તે માટે ઘણી જગ્યાએ માટીથી બનાવેલ ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી, તેનું વિસર્જન કરતી વખતે પર્યાવરણને નુકસાન ના થાય.

- text

ત્યારે મોરબીના રહેવાસી ભારતના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક અને પ્રખ્યાત ડો. જયંતિભાઇ ભાડેસિયાએ પર્યાવરણનું જતન થાય એના માટે તેમના ઘરે જ બનાવેલ ગણપતિ દાદાનું પાંચ દિવસ પૂજન કર્યા બાદ પાણીમાં વિસર્જન કર્યું હતું. અને આ પાણીને તુલસી ક્યારામા પધરાવ્યા હતા. તેમનું પ્રકૃતિના રક્ષણ માટેનું આ ખુબ જ સરાહનીય પગલું છે.

- text