મોરબીની એલિટ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરાઈ

- text


મોરબી : ભારતના મહાન શિક્ષક અને ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણનના જન્મ દિવસ અંતર્ગત એલિટ ઈન્ટરનેશનલ સ્કૂલ અને B.Sc કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદીનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતે જ આખા દિવસ દરમ્યાનનું ખુબ સરસ આયોજન કરેલું હતું. જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ઉમદા ગુણોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકના ઉત્તરદાયીત્વને સમજે એવો ઉજવણીનો મુખ્ય હેતુ સિદ્ધ થયો હતો. આ તકે શાળાના સમગ્ર પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text