મોરબી શહેરમાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર ટ્રાફિક જામ

- text


સાંજના 6 વાગ્યા પછી સતત વરસાદ શરુ : રસ્તાઓ અને નીચાંણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

મોરબી : મોરબી છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ગત રાત્રીના મોરબીમાં બે ઇંચ વરસાદ પડ્યા બાદ આજે ગુરુવારે આંજે 6 વાગ્યા બાદ મેઘરાજા અવિરત વરસવાનું ચાલઉં કરતા મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરવાના કારણે હાલ શહેરમાં તમામ માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

મોરબી શહેરમાં સાંજના 6 વાગ્યા બાદ વરસાદ શરુ થયો છે જે સાત વાગ્યા આસપાસ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરમાં ચારેકોર પાણી પાણી થઇ ગયું છે. ખાસ કરી ને શહેરના મુખ્ય માર્ગો અને નીચાંણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જયારે માર્ગો નદીઓના વહેણમાં બદલાતા ઠેર ઠેર ટ્રાફિક જામ થઇ ગયો છે. જેમાં ખાસ કરીને શનાળા રોડ, રવાપર રોડ, પરાબજાર, કેનાલ રોડ રસ્તા પર વાહનોના થપ્પા લાગી ગયા છે, જોકે ટ્રાફિક પોલીસે વરસતા વરસાદે પણ પોતાની કામગીરી બજાવી ટ્રાફિક ક્લીયર કરાવવા કામગીરી શરુ કરી છે.

- text

- text