મોરબી : રવાપર રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

- text


મોરબી : મોરબીમાંથી દેશી, વિદેશી દારૂ ઝડપાવવાના બનાવો રોજિંદા બન્યા છે ત્યારે ગઈ કાલે મોરબીના રવાપર રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ.

- text

રવાપર રોડ સ્થિત રાજકોટ નાગરિક બેંક પાસે સ્વિફ્ટ કાર નં. GJ-2- BP 7907 શંકાસ્પદ હાલતમાં નીકળતા નાઈટ રાઉન્ડ દરમિયાન પો. સબ. ઇન્સ. વી. કે. ગોંડલીયા, પો. હેડ કોન્સ્ટેબલ ધિરેનભાઈ પરમાર સહિતના પોલીસ અધિકારીઓએ તેને આંતરી કારની તપાસ કરતા કારમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર કે અન્ય આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ નંગ 51 બોટલો કિંમત રૂ. 25,000 મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો, સ્વિફ્ટ કાર અને મોબાઇલ સહિત કુલ રૂ. 3,35,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીએ પોલીસને પોતાનું નામ તૌફીક કાશમાણી મેમણ, ઉ. વર્ષ 19 જણાવ્યું હતું. પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને ડિલિવરી કરવાનો હતો જેવી બાબતો જાણવા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

- text