મોરબી : લાલપર નજીક મોડી રાત્રે ડમ્પરે રીક્ષાને હડફેટે લેતા 3ના મોત

- text


જન્મદિવસે જ યુવાનનું કમકમાટી ભર્યું મોત થતા પરિવારમાં કલ્પાંત, રીક્ષા ચાલક સહિત 3ના ઘટના સ્થળે મોત, એક હજુ ગંભીર

મોરબી : મોરબીના લાલપર નજીક ગત મોડી રાત્રે એક ડમ્પર ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ઘટના સ્થળે જ રીક્ષા ચાલક સહિત ત્રણના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે એકને ગંભીર હાલતમાં રાજકોટ સ્થિત હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો. જેની શોધખોળ હાથ ધરાઈ છે.

- text

બનાવની પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે પર લાલપર ગામ નજીક આવેલી ફેક્ટરીમાં કામ કરતા આંચલભાઈ અરવિંદભાઈ કુસવાહ ( ઉ.વ.29) વાળનો ગઈકાલ જન્મદિવસ હતો જેથી મોરબીના વિશિપરમાં રહેતા તેના બે સંબધી અરુણભાઈ વિરેન્દ્રસિંહ કુસવાહ ( ઉ.વ.18) અને દિવ્યરાજસિંહ વિરેન્દ્રસિંહ કુસવાહ ( ઉ.વ.10) જન્મદિવસની ઉજવણી કરવા માટે લાલપર તેની ફેકટરી ગયા હતા અને જન્મદિવસ ઉજવણી બાદ બને ભાઈઓને હાઇવે પર આંચલભાઈ મુકવા માટે આવ્યા હતા. એક રીક્ષા વાંકાનેર તરફથી આવતી હતી જે રીક્ષા ઉભી રાખી તેમાં બને ભાઈઓ બેઠા ત્યારે અચાનક ડમ્પર નંબર GJ 3 8883 આવી ધડાકાભેર રીક્ષા સાથે અથડયુ હતું. જેથી રીક્ષા ડ્રાઈવર મહેબૂબભાઈ બાવાશાહ કાદરી રહે. વાંકાનેર, જેનો જન્મદિવસ હતો તે અચલભાઈ અને દિવ્યરાજસિંહ સહિતના ત્રણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા અને અરુણભાઈને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસના આઈ.ટી.જામ અને ઋતુરાજસિંહ જાડેજા સહિત સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. નંબરને આધારે પોલીસ ડમ્પર ચાલકની શોધખોળ ચલાવી રહી છે.

- text