મોરબીના રામધન આશ્રમમાં ઋષિપાંચમ નિમિત્તે બહેનોએ પૂજન-અર્ચનનો લાભ લીધો

- text


હિન્દુ ધર્મમાં સ્ત્રીઓ માટે ઋષિપાંચમનું અનેરું મહત્ત્વ છે. આ દિવસે માસિક ધર્મમાં આવતી સ્ત્રીઓ નદીમાં સ્નાન કરી પવિત્ર થઈ માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજા કરી તેમજ આખો દિવસ વ્રત કરીને ઋષિપાંચમ ઉજવે છે. આ દિવસને સામા પાંચમ તરીકે પણ ઓળખાય છે.ઋષિપાંચમ નિમિત્તે મોરબીના નહેરુ નગર ખાતે આવેલ રામ ધન આશ્રમમાં મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં મોટી માત્રામાં બહેનોએ સ્નાન, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઋષિપાંચમનું વ્રત કરતી બહેનો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે માટે સ્વયં સેવક ભક્તોએ સેવા આપી હતી.

- text

આ ઉપરાંત, ભાદરવા સુદ અગિયારસ ના રોજ સાંજે યજ્ઞ, ભજન – કીર્તન અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ સર્વે ભક્તજનોએ લેવા માટેનું નિમંત્રણ મુકેશ ભગતની યાદીમાં આપવામાં આવ્યું છે.

- text