મોરબી : સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ટોબેકો કંટ્રોલ સેલ દ્રારા ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ

- text


સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો : વિજેતા સ્પર્ધકોને ઇનામો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ટોબેકો કંટ્રોલ સેલ દ્રારા ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં નવા સાદુળકા ગામેં આવેલ સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં યોજયેલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિજેતા સ્પર્ધકોને ઇનામો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

જિલ્લા પંચાયત અારોગ્ય શાખા મોરબીના ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાજેતરમાં મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આવેલા સર્વોપરી સંકુલમાં પ્રાયમરી વિભાગમાં ધોરણ ૬ અને ૭ માં ચિત્ર સ્પર્ધા અને ધોરણ ૮ અને ૯ માં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૨૬૦ જેટલા વિદ્યાર્થીઓઅે ભાગ લીધો હતો અને દરેક વિદ્યાર્થીઓઅે વ્યસન અંગે ખુબ જ સારા ચિત્ર દોર્યા હતા તથા નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓઅે પોતાની મૌલિકતાથી ખુબ સારા અેવા નિબંધ લખ્યા હતા. બન્ને સ્પર્ધાના અંતે વિજેતા જાહેર થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય અાવનાર વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવીયા હતા

ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન અેમ શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારિરીક, આર્થિક નુકસાન અને વ્યસન છોડવા માટે માહિતીગાર કર્યા હતા અને સ્પર્ધાના અંતે સર્વોપરી સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર રાજુ સાહેબ અે પણ વિદ્યાર્થીઓને વ્યસન છોડવા અને પોતાના પરીવારના સભ્યોને પણ વ્યસન મુકત બનવાની હાકલ કરી હતી.તેમજ અને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માન્યો હતો.

- text

- text