મોરબી : નાલંદા વિદ્યાલયમાં પર્યાવરણના જતન માટે “અનોખા ગણપતિ”નું સર્જન

- text


વૃક્ષના થડ પર ગણપતિની કલાકૃતિ કંડારીને પૂજા અર્ચના કરી

મોરબી : ગણપતિ મહોત્સવમાં પી.ઓ.પીની મૂર્તિની સ્થાપના કરવાની ભારે હોડ લાગી છે. પણ આ પી.ઓ.પી.ની મૂર્તિથી પર્યાવરણને ગંભીર હાની પહોંચતી હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને નાલંદા વિદ્યાલયમાં અનોખા ગણપતિનું સર્જન કરવામાં આવ્યું છે. જેમાં વૃક્ષના થડ પર ગણપતિની કલાકૃતિ કંડારીને પૂજા અર્ચના કરાઈ હતી.

- text

સર્વ શ્રેષ્ઠ ભણતર સાથે સંસ્કારોના સિંચન માટે જાણીતી નાલંદા વિદ્યાલય દ્વારા પર્યાવરણ બચાવ તથા વ્રુક્ષ પ્રેમ વધારવા માટે નો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં શાળા પરિવારના CBSE વિભાગ દ્વારા શાળા પરિસરમાં આવેલા વ્રુક્ષના જ થડ પર વિઘ્નહર્તા ગજાનન શ્રી ગણેશ ની પ્રતિમા દોરવામાં આવી હતી તથા તેની પુજા-અર્ચના કરવામાં આવી હતી.આમ અનોખા ગણપતિ ની ગણેશ ચતુર્થી નિમિત્તે પધરામણી કરાઈ છે. CBSE કેમ્પસ ડાયરેક્ટર શ્રી જયેશ સર તથા CBSEના પ્રીન્સીપાલ શ્રી સુષ્મા જી. પિલ્લાઈ તથા ગુજરાતી માધ્યમ ના પ્રિન્સિપાલ શ્રી ચેતન ચેતન સર દ્વારા ગણપતિ ની આરતી ઉતારાઈ તથા બાળકો ને પણ પીઓપી થી બનતી મુર્તિ થી થતા પ્રદુષણથી અવગત કરાયા હતા.અને CBSE બોર્ડ દ્વારા જાહેર કરાયેલ “one child one plant and water conservation – Campaign” થી પણ માહિતગાર કરાયા હતા.

- text