મોરબી : નાલંદા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માનનીયશ્રી ડેપ્યુટી કલેકટર શ્રી અનિલ ગોસ્વામી , મામલતદાર શ્રી બી. કે. પંડ્યા તથા નાયબ મામલતદાર શ્રી એમ. જી. પટેલ તથા સંસ્થાપક શ્રી ગામી સાહેબ વગેરે મુખ્ય મહેમાનો ની હાજરી માં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ ની શરૂઆત નાયબ મામલતદાર શ્રી ના હસ્તે કેક કાપી ને તથા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. નાલંદા વિદ્યાલય CBSE ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી.. જેમાં ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ યોગાસનો, લેજીમ ડાન્સ, સ્પોર્ટ્સ ડાન્સ, તથા ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા હોકી ડાન્સ, વિવિધ પીરામીડ, તથા સ્વ-બચાવ ની ટેકોંડો ટેકનિક ની સુંદર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. નાલંદા પરિવાર ગુજરાતી માધ્યમ ની બાળાઓ દ્વારા કુસ્તી ના દંગલ રજૂ કરી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમ ના અંતે ધોરણ ૮ની વિદ્યાર્થીનીઓ દ્વારા તમામ શાળા પરિવાર ને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ રાષ્ટ્રીય ખેલ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

- text

- text