મોરબીમાં 2200થી વધું બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવાયા

- text


એક જ જગ્યાએ એકી સાથે આટલો બાળકોને ટીપાં પીવડાવાનો સમગ્ર ગુજરાતમાં વિક્રમ સર્જ્યો

મોરબી : મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્રારા 28 તારીખે બુધવારે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો.જેમા મોરબી તથા આજુ બાજુનાં ગામનાં 2200 થી વધું બાળકોએ લાભ લીધો. બાળકોને ટીપા પીધા બાદ ગિફ્ટ પણ આપવામાં આવી. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધું બાળકોને વિનામુલ્યે ટીપા પીવડાવી નંબર 1 પર મોરબી પહોંચ્યું છે. સાથે સાથે 35 થી વધું દર્દીઓને વિનામૂલ્યે સાંધાના દુઃખાવામાં હરિદ્વારથી પધારેલ ડોક્ટર સાહેબે સારવાર આપી હતી.

- text

કેમ્પના આયોજક રાજ પરમાર તથા પારસ મહેતાનાં કહેવા મુજબ હરેશભાઇ પીઠવા, ભરતભાઈ કાનાબાર, ક્રિષ્નાબેન, વૈશાલીબેન, નીતાબેન, અરૂણાબેન, તથા સોરઠીયા લુહાર મોરબી,સંસ્કૃતિ આર્યમ ગુરુકુલમ, અનમોલ સીરામીક, ફ્લેવર ગ્રેનાઈટો, ડ્યુનેકસો સીરામીક તથા અન્યનાં સહયોગથી આ કેમ્પ શકય બન્યો છે. આયોજકોનાં કહેવા મુજબ મોરબી અપડેટ પુરી ટીમનો આભર વ્યક્ત કરે છે કે જેના માધ્યમથી લોકોમાં જાગૃતી આવી છે અને વધુ ને વધુ લોકો આનો લાભ લે છે. વધુ ને વધું બાળકોને આ આયુર્વેદિક ટીપાનો લાભ મળે અને દરેકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેં માટે દર પુષ્યનક્ષત્રએ આ કેમ્પનું આયોજન થાય છે.

- text