મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા લોકો ઝડપાયા

- text


મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બે સ્થળેથી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે વાંકાનેર પોલીસે વરલી ફિચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે સામાકાંઠે આવેલ સોઓરડી પાસેના વરિયાનગરમાં જુગાર રમતા ખેંગારભાઈ ગગુભા જાડેજા, મેહુલભાઈ ચમનભાઈ ચૌહાણ, પરસોત્તમભાઈ ટપુભાઈ પરમાર સહિતના લોકોને રૂ.82000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા તેમજ બી ડિવિઝન પોલીસે રણછોડનગર પાસેના ગરબી ચોક નજીક જુગાર રમતા મહેશભાઈ વાઘજીભાઈ બાવરવા, મહેશભાઈ પ્રેમજીભાઈ ઈંદરીયા, રાહુલભાઈ દિનેશભાઇ પરૈયા, રાહુલભાઈ કમલેશભાઈ જોગીયાણીને રૂ.10500ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. તે ઉપરાંત વાંકાનેર સોટી પોલીસ સ્ટાફે વાંકાનેરના પુલ દરવાજા પાસે પાતળિયા પુલ પર નજીક ગઈકાલે નરસીભાઈ તળશીભાઈ તાવીયા, દિલીપભાઈ મધુભાઈ સારલાને વરલી ફિચરનો જુગાર રમતા રૂ.8080ના મુદામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text