મોરબી : રેસ્ટોરન્ટ દ્વારા કોલ્ડડ્રિન્કસના ત્રણ ગણા ભાવ લેતા હોવાનો વીડિયો થયો વાયરલ

- text


એક ગ્રાહકે પોતાના ફેસબુક એકાઉન્ટમાં વીડિયો વાયરલ કરી રેસ્ટોરન્ટ દ્વારા ઉઘાડી લૂંટ થતી હોવાનો બળાપો ઠાલવ્યો

મોરબી : મોરબીમાં ગેરકાયદેસર પાર્કિગ સહિતના વધારાના ચાર્જ બાબતે તાજેતરમાં વિવાદમાં આવેલા કલબ 36ના મલ્ટીપ્લેક્સ બાદ આ ક્લબમાં આવેલા ઓપન રેસ્ટોરન્ટમાં પણ સામાન્ય કોલ્ડડ્રિન્કસના ભાવ MRP કરતા ત્રણ ગણા વધારે લઈ ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો એક વિડિઓ વાયરલ થયો છે.

મોરબીના એક રાહુલ દેત્રોજા નામના યુવાને ફેસબુકમાં એક વિડિઓ પોસ્ટ મૂકી જાગો ગ્રાહક જાગો તેવી અપીલ કરી છે. આ યુવકે મુકેલા વીડિયોમાં 20rs. ના MRP વાળી કોલ્ડડ્રિન્કસના કેમ ત્રણ ગણા ભાવ લેવામાં આવે છે તે બાબતે રેસ્ટોરન્ટના સ્ટાફને રજુઆત કરતા હોવાનું અને ખોટી રીતે ગેરકાયદેસર MRPથી વધુ ભાવ લેવાતા હોવાની વાત થઈ રહી છે.

- text

આ યુવકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અમે Club – 36(મોરબી)માં કાલે સાંજે જમવા માટે ગયેલા. જ્યાં કોલ્ડ ડ્રિંક (થમ્સ અપ) ૨૦ રૂપિયા (પ્રિન્ટ પ્રાઈસ)ને બદલે ૫૯ રૂપિયા લેવામાં આવે છે. & એ પણ આપણને ડાયરેક્ટ ૨૦ રૂપિયાની પ્રિન્ટ વારી બોટલમાં જ સર્વ કરે છે. તેમ છતાં પણ બિલ માં ૫૯ રૂપિયા જેટલો ૩ ગણો વધારો કરીને ગ્રાહકો પાસે થી લેવામાં આવે છે.

આ યુવકે પોતાની પોસ્ટમાં સાથે એમ પણ ખુલાસો કર્યો છે કે સવાલ ૨૦-૪૦ રૂપિયાનો નહિ પણ આ રીતે ગ્રાહકોને ગેરકાયદે છેતરવા અંગે જાગૃતિ લાવવાનો છે. જે અંતર્ગત આ વિડિયો બનાવવા માં આવેલો છે. યુવકે પોતાની પોસ્ટમાં અપીલ કરી છે કે આ વીડિયો ને વધુ માં વધુ શેર કરો જેથી બીજા લોકો પણ એનાથી સજાગ થઈ શકે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર થઈ રહ્યો છે. ત્યારે મોરબીનું જવાબદાર તંત્ર કે ગ્રાહકોની સુરક્ષા માટે દાવા કરતી સંસ્થાઓ આ બાબતે ગ્રાહકોને લૂંટતી રેસ્ટોરન્ટ સામે પગલાં ભરશે કે કેમ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

 

- text