મોરબી : 108ની ટીમે પ્રમાણિકતા દાખવીને અકસ્માત બાદ તમામ કિંમતી સામાન સુપ્રત કર્યો

- text


મોરબી : મોરબીના હજનાલી ગામ પાસે અકસ્માત સર્જાયા બાદ 108ની ટીમે પ્રામાણિકતા દાખવીને ફરજ પરના તબીબને ઇજાગ્રસ્ત થયેલા યુવાનનો તમામ કિંમતી સામાન સુપ્રત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના હજનાલી ગામ પાસે જામનગરના યુવાન દિલીપભાઈ જેશાભાઈ ગોજીયાને અકસ્માત નડતા તેઓને ઇજા પહોંચી હતી. આ દરમિયાન આમરણની 108 ટીમના ઇએમટી નિતેશભાઇ ભિમાણી અને પાયલોટ ભાવેશભાઈએ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક મોરબી હોસ્પિટલમાં ખસેડીને તેના 2 મોબાઈલ, એટીએમ કાર્ડ, ડોક્યુમેન્ટ અને રોકડ સહિતની કિંમતી વસ્તુઓ ફરજ પરના ડોક્ટરને સોંપી હતી. આમ 108ની ટીમે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું છે.

- text