મોરબી : ભરતનગરમાં જુગાર નાબુદી માટે જન્માષ્ટમીની અનોખી ઉજવણી

- text


મોરબી : મોરબીના ભરતનગર ગામમાં જન્માષ્ટમી ઉત્સવની સાથે જુગાર નાબુદી માટે યુવાનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની મુજબ આઠમનાં રોજ સવારે ભરતનગર ખાતે તેમજ બપોરે ૩:૦૦કલાકે ખોખરા હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં શોભા યાત્રા, ૮થી વધુ મટકીઓ બાંધીને ફોડવામાં આવે છે, યુવાનો દ્રારા બંબુ ડાન્સ, હાસ્ય નાટકો સહિતનાં કાર્યક્રમો કરવામાં આવે છે.

આ ઉજવણીમાં શોભાયાત્રા,દર વર્ષે 8 થી વધુ મટકી બાંધી ફોડવામાં આવે છે, આ સાથે યુવાનો દ્વારા બંબુ ડાન્સ, કોમેડી નાટકો સહિતના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન દર વર્ષે કરવામાં આવે આ સાથે માત્ર યુવાનો જ નહીં તમામ વયજુથ મુજબ અલગ અલગ રમતોનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં સંપૂર્ણ ગામ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે જોડાઈ છે.જેમાં ગામમાં જુગારનું પ્રમાણ સાવ નાબૂદ કરવા તથા જુગાર રમતા યુવાનોને જુગારથી દુર રાખવા માટે જન્માષ્ટમી પર્વની આ પ્રકારે ઉજવણી આઠમના દિવસે સવારે ભરતનગર ગામે અને બપોરે 3 વાગ્યા પછી ખોખરા હનુમાન ખાતે આ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં વિનુભાઈ ફેફર અને તેમની ટીમના સાથી મિત્રો રાજુભાઈ ફેફર, નિલેશભાઈ મોરસાણીયા, સંજયભાઈ સુરણી, રાજુભાઈ મોરસાણીયા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે.

- text

આ પરંપરા ગામમાં 30 વર્ષથી ચાલી આવે છે. અન્ય ગામોમાં પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવે તો યુવાનોને સાચા રસ્તે વાળી આપણી તહેવારોની ઉજવણીની પરંપરા જળવાઈ રહે.

 

- text