મોરબીના 67 વર્ષ વૃધ્ધ તબીબે આબુ ખાતેની 21 કિમીની હાફ મેરેથોનમાં બીજો નંબર મેળવ્યો

- text


દોડવીર ડો.અનિલભાઈ પટેલની વધુ એક મેરેથોનમાં અપૂર્વ સિદ્ધિ

મોરબી : મોરબીના 67 વર્ષે પણ યુવાનો જેવો જુસ્સો ધરાવતા દોડવીર ડો.અનિલભાઈ પટેલે મેરેથોન સર્પધામાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં તાજેતરમાં આબુ ખાતે યોજાયેલી 21 કિમિ હાફ મેરેથોન સ્પર્ધામાં તેમણે બીજો નંબર મેળવીને મોરબીનું ફરીએક વખત ગૌરવ વધાર્યું છે.

- text

મોરબીના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. અનિલભાઈ પટેલ 67 વર્ષની જૈફ વયે પણ યુવાનો જેવી ચપળતા અને જુસ્સો ધરાવે છે. તેઓ નિયમિત વ્યાયામ કરતા હોવાથી આ ઉંમરે પણ તેમનું શરીર સૌષ્ઠવ યુવાનો જેવું ખડતલ અને સ્ફૂર્તિલુ છે. જોકે તેમણે અનેક વખત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સિનિયર સિટીજનોની મેરેથોનમાં ભાગ લઈને જ્વલંત સિદ્ધિ મેળવીને શ્રષ્ઠ દોડવીર તરીકેની નિપુણતા પ્રાપ્ત કરી છે. ત્યારે 67 દોડવીર તબીબ અનિલભાઈ પટેલે મેરેથોનમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે અંકે કરી છે. જેમાં તાજેતરમાં આબુ ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઇશ્વરી વિશ્વ વિધાલય દ્વારા હાફ મેરેથોન સ્પર્ધા યોજાઈ હતી. 21 કિમીની આ હાફ મેરેથોનમાં 69 પલ્સની એઈઝમાં બે કલાક ચાલીસ મિનિટમાં ડો.અનિલ પટેલે આ મેરેથોન પુરી કરીને બીજો નંબર મેળવ્યો હતો. આબુ રોડ પર ઓમ શાંતિ ભવનથી 21 કિમીની મેરેથોનમાં 1800 લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 688 લોકો જ આ મેરેથોન પુરી કરી શક્યા હતા. તેમાંથી આ તબીબે બીજો નંબર મેળવ્યો હતો અને તેમણે આબુ ખાતે આ ત્રીજી વખત મેરેથોનમાં સિદ્ધિ મેળવી છે.

- text