મોરબીના યુવા આર્મી ગ્રુપે હવે રાજકોટમાં પણ જરૂરીયાતમંદ દર્દીઓ માટે બ્લડ આપવાની સેવા શરૂ કરી

- text


રાજકોટની સાથે સાથે મોરબીથી વધુ સારવાર અર્થે જતા દર્દીઓને લાભ મળશે

મોરબી : મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા જરૂરીયાત મંદ દર્દીઓને લોહીની ઇમરજન્સી જરૂરીયાત પૂરી પાડે છે.ત્યારે વધુને વધુ દર્દીઓને ઇમરજન્સીના રક્તની જરૂરિયાત પૂરી પાડીને મહામૂલી જિંદગી બચાવી શકાય તેવા ઉમદા ધ્યેય સાથે યુવા આર્મી ગ્રુપ દ્વારા આ સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી છે.

મોરબીના યુવા આર્મી ગ્રુપ કે જે તેમના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય થકી મોરબીની સરકારી તથા તમામ ખાનગી હોસ્પિટલના દર્દીઓના પરીજનોને ઉભી થતી બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાતને તાત્કાલિક ધોરણે બ્લડ બેંકના ચાર્જને બાદ કરતા ફ્રી ધોરણે પુરી પાડવામા આવે છે.તેમજ બ્લડ ડોનેટ કરતા વ્યક્તિના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યુવા આર્મી ગ્રુપ તરફથી સંસ્કાર બ્લડ બેંક,મોરબી ખાતે બ્લડ ડોનેટ કરતા તમામ બ્લડ ડોનરને જ્યુસ પણ આપવામાં આવે છે.

- text

ત્યારે યુવા આર્મી ગ્રુપે મોરબીમા આ સેવા પ્રવૃત્તિને સફળતા પૂર્વક ચલાવ્યા બાદ પોતાના આ લોકોપયોગી સેવાની શરૂઆત રાજકોટ” મા પણ કરી દિધી છે અને યુવા આર્મી ગ્રુપના એડમીન પિયુષ બોપલીયાએ જણાવ્યુ હતું કે, આ સેવાનો લાભ રાજકોટના લોકોને તો મળશે જ સાથોસાથ પણ તેની સાથે મોરબીથી વધુ સારવાર અર્થે રાજકોટ જતા લોકોને પણ સારો લાભ મળી રહેશે. માટે મોરબી કે રાજકોટમા કોઈપણ બ્લડગ્રુપ
ના બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે યુવા આર્મી ગ્રુપના હેલ્પલાઇન નંબર-93493 93693 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text