ગુરુવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે : વિપુલ શાસ્ત્રી

- text


મોરબી : આ જન્માષ્ટમીમાં સાતમ અને આઠમ ક્યાં દિવસે ઉજવવી તે અંગે અનેક લોકોમાં મૂંઝવણ છે ત્યારે આ અંગે મોરબીના જાણીતા શાસ્ત્રી વિપુલકુમારે મોરબી અપડેટને આ અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાંગ મુજબ આ વર્ષે શ્રાવણ વદ છટ્ઠ છે. પરંતુ જેમાં છટ્ઠની વૃદ્ધિ તિથિ પ્રમાણે તારીખ 21 ઓગસ્ટ આખો દિવસ છટ્ઠ છે. ત્યાર બાદ જન્મભૂમિ – નિર્ણય સાગર તથા મુખ્ય પંચાંગો અને જ્યોતિષ શાસ્ત્રના નિયમ મુજબ ગુરુવારે તારીખ 22ના દિવસે સવારે 7 વાગ્યા સુધી છટ્ઠ રહેશે ત્યારબાદ સાતમ તિથિ બેસી જાય છે. આમ ગુરુવારે શીતળા સાતમ ઉજવાશે.

- text

જયારે શુક્રવારે સવાર 8.09 વાગ્યા સુધી સાતમ રહેશે અને ત્યાર બાદ આઠમ તિથિ બેસી જાય છે. આથી આ તિથિ શિવપંથીની કૃષ્ણ જ્યંતીની ગણાય પરંતુ ગોકુલ, મથુરામાં વૈષ્ણવપંથી જન્માષ્ટમી ઉજવાતી હોવાથી આ પ્રમાણે શનિવારે તારીખ 24ના રોજ ઉદ્ધાયત તિથિ પણ છે અને રાત્રે 12 વાગ્યે રોહણી નક્ષત્ર પણ છે. આથી જન્માષ્ટમી શનિવારે ઉજવાશે.

આમ મોરબીના જાણીતા શાસ્ત્રીના જણાવ્યા મુજબ શીતળા સાતમ ગુરુવારે અને જન્માષ્ટમી શનિવારે ઉજવાશે અને સાતમ – આઠમ વચ્ચે એક દિવસનો ગેપ રહેશે.

- text