મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગુરૂવારે સાંજે સર્વધર્મની બાળાઓના હસ્તે જાહેર લોકમેળોને ખુલ્લો મુકાશે

- text


ફ્રી એન્ટ્રી, ફ્રી વાઈફાઈ, સીસીટીવી કેમેરા, અલાયદી પાર્કિગ સુવિધા, અવનવી રાઈડ્સ, ફજેત ફાળકા, સેલ્ફી પોઇન્ટ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકોની સલામતી માટે એક કરોડનો વીમો સહિતની તમામ સવલતો સાથે સમગ્ર મોરબીવાસીઓ માટે માણવા લાયક ક્રિષ્ના ઉત્સવ મેળો

મોરબી : સમગ્ર મોરબીવાસીઓ માટે વિનામૂલ્યે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે સતત દશમાં વર્ષે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે જાહેર લોકમેળાનું વિશિષ્ટ રીતે આયોજન કરવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા પ્રમાણે તારીખ 22ને ગુરૂવારે સાંજે 5 વાગ્યે સર્વધર્મની બળાઓના હસ્તે મોરબીવાસીઓ માટેના જાહેર લોકોમેળાનું ઉદ્ધઘાટન કરીને ખુલ્લો મુકાશે.

આ જાહેર લોક મેળો છે. જેમાં તદ્દન વિનામૂલ્યે એન્ટ્રી ઉપરાંત સલામતી માટે સીસીટીવી કેમેરા, ફ્રી વાઈફાઈ, સેલ્ફી પોઇન્ટ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકોની સલામતી માટે એક કરોડનો વીમો સહિતની તમામ સવળતોથી મોરબીવાસીઓ માટે આ ક્રિષ્ના ઉત્સવ મેળો ખરેખર માણવા લાયક બની રહેશે

મોરબીમાં સામાજિક સ્તરેથી જનજાગૃતિ લાવીને શહેરીજનોમાં દેશભાવના અખંડ રાખવાનો અવિરતપણે સરાહનીય પ્રયાસ કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે શહેરીજનો એક્દમ સુરક્ષિત વાતાવરણમાં હરિફરીને મન ભરીને મેળાની મોજ માણી શકે તે માટે શહેરના કંડલા બાયપાસ, કામધેનુ પાર્ટી પ્લોટ નજીક વિશાળ ગ્રાઉન્ડમાં ક્રિષ્ના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો કાલે સાતમ તારીખ 22ના શરૂ થઈ જશે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપની સામાજિક ક્રાંતિની પ્રણાલી મુજબ આ મેળાનું સર્વધર્મની બાળાના હસ્તે બુધવારે સાંજે 5 વાગ્યે ઉદ્ધઘાટન કરીને જાહેર જનતાના લાભાર્થે ખુલ્લો મુકાશે.

- text

આ મેળાની વિશેષતા અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતુ કે, સમગ્ર મોરબીવાસીઓ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જાહેર લોકમેળો છે. જેમાં લોકો મેળાનો મનભરીને આનંદ માણી શકે તેવી તમામ સવલતો આપવામાં આવી છે. જેમાં ફ્રી એન્ટ્રીની સાથે ફ્રી વાઈફાઈ,સીસીટીવી કેમેરા, સેલ્ફી પોઇન્ટ, લોકોની સલામતીને ધ્યાન રાખનીએ ખાસ એક કરોડનો વીમો ઉતરાયો છે. આ ઉપરાંત મેળામાં લોકોને ઉત્તમ પ્રકારનું સુરક્ષિત 20થી વધુ રાઈડ્સ, અવનવા ફજેત, ટોરાટોરા, મોતનો કૂવો સહિતના તમામ મનોરંજનના સાધનોની સવલત ઉભી કરવામાં આવી છે. જો વરસાદને કારણે પાણી કે કિચડની મેદાનમાં સમસ્યા ઉભી થાય તો એની પણ અગાઉથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દશમી વખત જાહેર લોકોમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર મોરબીવાસીઓ મનભરીને મેળાની મોજ માણે છે. આ વર્ષે પણ કાલથી તારીખ 22 થી શરૂ થતાં આ મેળાને માણવા બાલવૃદ્ધ સહિત સૌ કોઈ અધિરા બન્યા છે.

- text